મારી લાડકવાઇઓ

મન ના ભાવો ને વ્યક્ત કરવા ઘણાં માધ્યમ છે…..
જેવો ભાવ એવુ માધ્યમ……. હર્ષ,દુઃખ,આનંદ,શોક,ક્રોધ,ઉમંગ,પ્રેમ,દગો,
ક્રૂરતા,ઇર્ષા,……
નાચીને,કુદીને, રડીને ,લડીને ,રાડોપાડીને, ઊંઘીને ,ખાઇ ખાઇને ,બબડીને, લાતો મારીને, ગીતો ગાઇને,રાગડા તાણી ને…કેટલાક પીને(?)…
મેં વ્યક્ત કરી છે…
મારી લાગણીઓ..મારી લાડકવાઈઓ..મારી જીવાદોરી
..મારી આશાઓ…
મારી આરાધ્યા …અને મારી માહી …
ના વહાલ ને ચિત્રમા ઉતાર્યુ છે…
એક ફોન કરી ને કહે…નાની હું તને બહુ મિસ કરુ છુ..તારી બહુ યાદ આવે..
બીજી પરદેશ મા બેઠી આખા ગામ ને કહેતી ફરે મારી દાદી પાસે ઇન્ડીયા જવુ છે..મને રીક્ષા મા ફરવા લઇ જશે..
મારી મોંઘી જણશો આજે ચિત્ર માં ઉતરી ગઇ…

Caption pls…..

Standard

મારા પપ્પા

👨‍👧પપ્પાની અનામિકા એટલે મારી દુનિયા મારું સ્વર્ગ ….⚜️🏞️🏕️
👨‍👧પપ્પાના સાઇકલ🚲 ના હેન્ડલ વચ્ચેનું સ્ટેન્ડ એટલે મારી આનંદયાત્રા….
👨‍👧પપ્પા ના ખભા પર બેસીને ફરેલા હોળીના 🔥🚩ફરતા ફેરા એટલે મજા જ મજા
👨‍👧પપ્પાને વળગીને તાજિયાની નીચેથી નીકળવાનો રોમાંચ…..
👨‍👧પપ્પા ના ગળે લટકીને તાજીયા ના વાઘનો 🐅કરેલો સ્પર્શ …..
👨‍👧પપ્પા એટલે ખોળામાં મૂકેલી બકરી 🐐અને કુતરા🐕 ના બચ્ચા ને કરેલો વ્હાલ…..
👨‍👧પપ્પા એટલે રાતના ખુલ્લા આકાશની ✨🌙⭐નીચે ગોખેલા ઘડિયા અને વાર્તાઓ ….🧜🧚
✨👨‍👧પપ્પા એટલે મારા ‘ક’ ને ‘ખ’,તથા ‘૩’ અને ‘૪’ ના મરોડદાર અક્ષરો ….
👨‍👧 પપ્પા એટલે ભૂલ થાય ત્યારે ગાલે પડેલા🤦 બે લાલ ચટક તમાચા ….
👨‍👧પપ્પા એટલે મીઠાચોકના જમાદાર અને ગામના મામા …..🙅
👨‍👧પપ્પા એટલે એક સરખા ચોરસ દૂધીના ,કોળાના,
બટાકા🥒🥔 🎃ના ટુકડા ….
👨‍👧પપ્પા એટલે સળ વગરની પાથરેલી ચાદર 🛌…..
👨‍👧પપ્પા એટલે એક સરખા ઘડી બંધ કરેલા કપડા 👔ની થપ્પી…..
👨‍👧પપ્પા એટલે મોતીના દાણા 📃✏️જેવા અક્ષરો ….
👨‍👧પપ્પા એટલે મુઠીયા વાળા ભાત કઢી મકાઈના રોટલા પાપડ અને તેલનો ચૂરો…..
👨‍👧પપ્પા એટલે ભૈયાજી ની કચોરી અને ભજીયા…..
👨‍👧પપ્પા એટલે તાપણામાં શેકેલા સક્કરીયા વાલોળપાપડી ને કાંદા ….
👨‍👧પપ્પા એટલે ઉત્તરાયણ માં કરેલી થાપડી અને મિઠાઈ ના એકસરખા ચોસલા….
👨‍👧પપ્પા એટલે મારી જીવનયાત્રાના સફળ કલાકાર …💥
👨‍👧પપ્પા તમે તો ક્યાંય ગયા જ નથી, તમારો અવાજ 💤હજુ કાનમાં છે આવી બેટા ….
👨‍👧પપ્પા એ ખુરશી ઉપર ભલે દેહ નથી પણ તમારી આંખો 👁️👁️હજુ અમને જોતી હોય એવી અનુભૂતિ ચોક્કસ છે પપ્પા ….
🕯️જોતજોતામાં વર્ષ થઈ ગયું વર્ષો જશે પણ અમે તો તમને ખોયા જ નથી ….💓💓💓
પપ્પા તમે તો અમે અમારી પાસે જ છો…..👨‍👩‍👦‍👦

મારા પપ્પા
Standard

womens dayNursing

કયારેક કોઇ સ્થળ અને સમયે વાતાવરણ માં દિવ્યતા નો અહેસાસ થાય છે. જીવન માં કેટલીકવાર કેટલાક કાર્યો આલ્હાદક અને દિવ્યતાનો અનુભવ કરાવે છે.આવો અનુભવ તાજેતરમાં જ થયો.
250 જેટલી દિકરીઓ સાથે વુમન્સ ડે ના દિવસે એસ આર કડકીઆ નર્સિંગ સ્કુલ, અર્બન હોસ્પિટલ દાહોદ માં નારી સશક્તિકરણ પર ઉદ્દબોધન કરવાની સુંદર તક મળી હતી. જયાં ઘણી બધી બહેનો દિકરીઓ વહુઓ અને માતાઓ પણ હતી.ખુબ સરસ અનુભવ રહયો હતો. આજે ફરી એક વાર અભ્યાસ પુર્ણ કર્યા બાદ પ્રતિજ્ઞા લે (ઓથ સેરેમની)એ પવિત્ર પળોની સાક્ષી બનવાનું અને એ જ્યોત પ્રગટાવવા નો મોકો મળ્યો.
ગુરુ ગોવિંદ યુનિવર્સિટી ગોધરા ના કુલપતિ નું ઉદ્દબોધન ખુબ સરસ રહયુ.
ખાસ તો આ નર્સિંગ સ્કુલ ઉત્તમ સ્કુલ માં સ્થાન પામે તેવી છે.ભૌતિક માળખા ની સાથે ઉત્તમ ફેકલ્ટી ને કારણે ખુબ ઉંચુ સ્થાન ધરાવે છે.એના પ્રિન્સિપાલ એકદમ સક્ષમ અને કાબેલ છે જેઓ એક સાથે આટલી બધી દિકરીઓ ને પ્રેમ થી સુપેરે સાચવી જાણે છે.
સાથે ઉત્તમ સંચાલકો એ ભરપુર સગવડો સાથે શ્રેષ્ઠ સંચાલન કરે છે.નવા નવા કોર્સીસ શહેર ને લાભદાઇ નીવડે તે માટે સતત આર્થિક અને નૈતિક તત્પર રહે છે.
આશા કરીએ આપણાં શહેરની આ ઉત્તમ સંસ્થા
ઉતરોત્તર પ્રગતિ કરતી રહે .
પ્રભુ ને પ્રાર્થના 🙏

Standard

womens day Nursing

કયારેક કોઇ સ્થળ અને સમયે વાતાવરણ માં દિવ્યતા નો અહેસાસ થાય છે. જીવન માં કેટલીકવાર કેટલાક કાર્યો આલ્હાદક અને દિવ્યતાનો અનુભવ કરાવે છે.આવો અનુભવ તાજેતરમાં જ થયો.
250 જેટલી દિકરીઓ સાથે વુમન્સ ડે ના દિવસે એસ આર કડકીઆ નર્સિંગ સ્કુલ, અર્બન હોસ્પિટલ દાહોદ માં નારી સશક્તિકરણ પર ઉદ્દબોધન કરવાની સુંદર તક મળી હતી. જયાં ઘણી બધી બહેનો દિકરીઓ વહુઓ અને માતાઓ પણ હતી.ખુબ સરસ અનુભવ રહયો હતો. આજે ફરી એક વાર અભ્યાસ પુર્ણ કર્યા બાદ પ્રતિજ્ઞા લે (ઓથ સેરેમની)એ પવિત્ર પળોની સાક્ષી બનવાનું અને એ જ્યોત પ્રગટાવવા નો મોકો મળ્યો.
ગુરુ ગોવિંદ યુનિવર્સિટી ગોધરા ના કુલપતિ નું ઉદ્દબોધન ખુબ સરસ રહયુ.
ખાસ તો આ નર્સિંગ સ્કુલ ઉત્તમ સ્કુલ માં સ્થાન પામે તેવી છે.ભૌતિક માળખા ની સાથે ઉત્તમ ફેકલ્ટી ને કારણે ખુબ ઉંચુ સ્થાન ધરાવે છે.એના પ્રિન્સિપાલ એકદમ સક્ષમ અને કાબેલ છે જેઓ એક સાથે આટલી બધી દિકરીઓ ને પ્રેમ થી સુપેરે સાચવી જાણે છે.
સાથે ઉત્તમ સંચાલકો એ ભરપુર સગવડો સાથે શ્રેષ્ઠ સંચાલન કરે છે.નવા નવા કોર્સીસ શહેર ને લાભદાઇ નીવડે તે માટે સતત આર્થિક અને નૈતિક તત્પર રહે છે.
આશા કરીએ આપણાં શહેરની આ ઉત્તમ સંસ્થા
ઉતરોત્તર પ્રગતિ કરતી રહે .
પ્રભુ ને પ્રાર્થના 🙏

Standard

સમય ક્યારેક પાણીના રેલાની જેમ વહી જાય છે, તો ક્યારેક કાચબા જેવી મંથર ગતિએ ચાલે છે. સમયની આ ચાલમાં શ્વાસો પૂરા થઇ રહ્યા છે. જીવની આ ધરતી ઉપર ની ક્રિયા પ્રતિક્રિયા માં શરીર ક્ષીણતા તરફ પ્રયાણ કરી રહ્યું છે. હરણ ગતિએ દોડતા પગની ગતિને હવે ધીમી ગતિ તરફ લઈ જવાની માનસિકતા કેળવવી પડશે એવું લાગે છે. શરીરે ખૂબ સાથ આપ્યો છે મગજ હોય ,હૃદય હોય કે હાથ-પગ સતત સક્રિયતા થી સહારો આપી રહયા છે. કાળા ભમ્મર વાળ હવે રાખોડી રંગ માં ફેરવાઈ રહ્યા છે. આંખો પણ હવે ચશ્મા નો શણગાર કરે છે.કયું અંગ હવે શું માંગશે એ ખબર નથી પણ આ અવસ્થાએ પહોંચવા આસપાસના સંજોગો અને સમયનો સંઘર્ષમય આધાર મારું મનોબળ ટકાવી રાખે છે. રોજબરોજના જીવનમાં આવતી નાની મોટી અડચણો અને તકલીફોમાં મારી કંઈ પણ કરી છૂટવાની ધગશ એ ઘણું બધું શીખવાડ્યું છે. ફ્યુઝ બનાવવો, ઘડિયાળ,મિક્સર,પંખા ,પાણીના નળ પણ જરૂરિયાત મુજબ રીપેર કરવાની આવડત થી જીવન ખુમારીથી જીવી છું. ક્યાંય જવાનું હોય તો સાયકલ સ્કૂટર કે ફોરવ્હીલર ચલાવવાના કારણે ભાગ્યે જ કોઈ પાસે લિફ્ટ માંગવી પડી છે. બેંક હોય કે સરકારી કામકાજ એ પણ એકલા દોડીને કરવાની હિંમત કેળવી છે આવા વિપરીત સંજોગોમાં મને મારા દિકરા -વહુ ,દીકરી જમાઈ અને મારા બગીચાના ફૂલો 👸🤴🤵ના વ્હાલે મને અસીમ સુખની ઘડી ઉજાગર કરાવી છે આ મારા સપ્તર્ષિઓ ⭐મને સતત ધબકતી હસતી અને આનંદિત રાખે છે .તો ઘણીવાર જેની સાથે કોઈ સગપણ ના હોય, કોઈ લેવાદેવા ન હોય એવા લોકોએ ઘણી ઈર્ષ્યા કરી છે. ઘણી નિંદી છે.😡ક્યારેક કપટનો ભોગ પણ બની છું , કયારેક છેતરાઈ પણ છું, તો કયારેક દગો પણ વેઠયો છે. કેટલાકની નફ્ફટાઈ ને અને કેટલાકના દગા ને પણ પચાવ્યા છે.આ ઝાટકા મારી તાકાત અને હિંમત બની જાય છે.કેટલાય રીવાજો પ્રત્યે આંખ આડા કાન કરી મેં મારી જાતને સતત જીવંત રાખી છે .મારા કુટુંબ અને સ્વ પતિ ,સાસુ ,સસરા નો સ્તંભ બની છું જેનો મને ગર્વ છે.આજે એ પણ હકીકત છે કે ઘણીવાર ક્યાંક ને કયાંક તો કોઈ મને કહેતું રહે છે કે તમે તો અમારી પ્રેરણા છો, કેટલાય વડીલો મને સાંત્વના આપે છે અને મને કહે છે બેટા ,બહાદુર છે.તો મારા કેટલાય વિધાર્થીઓ દુરથી સિસ્ટર કહેતા દોડી આવે છે,એમની આંખો માં આદર અને ભાવ ગદ્ ગદ્ કરી દે છે.એમનું સાંત્વન મારા જીવનમાં પ્રાણ પૂરે છે. કેટલીક સખીઓ અને કેટલાક સ્નેહીજનો દિલથીસાથ આપે છે .ક્યારેક નફફટાઈનો ભોગ પણ બની છું , કયારેક છેતરાઈ પણ છું, તો કયારેક દગો પણ વેઠયો છે.કયારેક અવહેલના પણ અનુભવી છે.લ્યો …😊આજે ખૂબ ખૂબ આનંદથી ખુશહાલ ખુદ્દારીથી જીવન જીવું છું , મેં મારી સંપૂર્ણ ફરજો નું પાલન કરવામાં કસર નથી છોડી .હવે નથી કોઇ ફરિયાદ!નથી કોઇ રંજ!નથી કોઇ ગમ.ખિલેલા પુષ્પો,રંગબેરંગી પક્ષીઓ,હરિયાળી, વૃક્ષો એ મારું જીવન છે.🌞🌻આજે ફરી એક નવા જનમવરસમાં પ્રવેશી રહી છું .આપ સૌનો જે સાથ સહકાર અને હુંફ મળી રહે છે એ અમુલ્ય છે,આમ જ આપની શુભેચ્છાઓ અને આશીર્વાદ વહેતા રહે એવી …..🙏🏻

Standard